ખોટા ઉપદ્રવથી જીવ ન જાય હો....
હેરાન કરવાથી વેદના ન જાય હો..
તારા ગુસ્સાથી ડરી રહુ તેવી નથી હો..
શ્વાસમાં ભર્યો છે તેમ છૂટી ન જાય હો..
તારી આંખોમાં ભલે હું ન હોય હો...
છતાં આત્મા માં તને રાખ્યો છે હો...
તું ભલે મોં ફેરવ મારાથી જીંદગીમાં હો.
પણ બાંધેલી આ ડોર એમના છૂટે હો..
બંધનથી તું મને મુક્ત ન કરી શકે હો..
જુલ્મ તારા દરેક સહન કરીશ..
પણ વિશ્વાસ નહીં તૂટે હો.....