ખૂટે છે...
ઘણું બધું છે છતાંય બસ કશુંક ખૂટે છે,
છે અસ્તિત્વ તો યે હયાતી કેમ ખૂટે છે ?
એવું નથી કે સંતોષ નથી મને મનખાથી,
તો કઈ વેદના ખુશીને વારંવાર ઝુંટે છે?
ઝંખી લાગણી મેં જરૂરિયાત મુજબ જ,
પછી રહેલી સંવેદનાને અહીં કોણ ચુંટે છે?
કોડ છે પેલાં તારલિયા જેમ ચમકવાના,
તો અભરખાને કોણ કાતિલ બની લૂંટે છે?
આવ્યો દાવ તડકાનો ત્યાં ઈશ બની બેઠા,
બસ ,એ પળે હૃદય તાર તાર થઈ તૂટે છે.
થાકું એ ચાલશે હારવું તો નથી જ જગથી,
નાશવંત ચેતના અહા !નવજીવનને ઘૂંટે છે.
----------------------------
- વાણી