મારા વિચારનો વિષય તારા પર અટકે.
આંખોમાં તારી છબી અદભુત ખટકે.
મશહૂર થવાના કોઈ સપના નથી.
તું જાણે એ જ મારે ઘણું છે..
મારી દરેક વાતોમાં તારી જરૂર પડે.
મારા દરેક નખરાને તું સંભાળે...
એવું નથી કે તું જ મને અનુભવે..
પણ અનુભવ બસ તારો જ થાય મને.
મહેફિલમાં તારી વાતોનો દૌર ચાલ્યો.
ફરીથી પાંપણે ઝાંકળ ને ખુલ્લી મૂકી .
નથી આપણો મેળ આ જગત મહીં.
છતાં વેદનામાં કોઈ તને શોધે ને ,
તું ના મળે સાવ એવું પણ નથી....