છલકતા હૃદય પાસે પ્રણય ની માંગ કરી છે.
ઝાંકળ પર નભતા નયન પાસે હાસ્યની માંગ કરી છે.
વ્યવહારમાં રહેતી વાણી પાસે મીઠાશ ની માંગ કરી છે.
પિંજરામાં પુરાયેલા પક્ષી પાસે આકાશ ની માંગ કરી છે.
ખરતા તારા પાસે ચાંદની ની માંગ કરી છે.
ઠોકરે ચડેલા પુષ્પો પાસે માળા ની માંગ કરી છે.
તોફાને ચડેલા મોજાં પાસે નિરાંત ની માંગ કરી છે.
વેદનાનાં બંધ અધર પાસે ખુલાસાની માંગ કરી છે.