*ક્રાંતિવીર શ્રી તિલકા માંઝી*
જન્મદિવસ : ૧૧ ફેબ્રુઆરી ૧૭૫૦
☀️ બિહારના જંગલોમાંના વનવાસી *સંથાલ* જાતિમાંથી આવનાર શૂરવીર.
☀️પહાડી ભાષામાં *તિલકા* એટલે...
●ગુસ્સાવાળો,
●લાલ આંખોવાળો વ્યક્તિ.
☀️તિલકા માંઝી ગ્રામપ્રધાન હતા. પહાડી સમુદાયમાં *ગ્રામપ્રધાનને માંઝી* કહી બોલાવવામાં આવે છે.
☀️તિલકા માંઝીએ જ્યારે ગામમાં ભીષણ દુકાળ પડ્યો તો અંગ્રેજોનો ખજાનો લૂંટી ગરીબોમાં વહેંચી દીધો હતો.
☀️અંગ્રેજોને લલકારતાં તેમણે કહ્યું હતું કે, *'આ ભૂમિ ધરતી માતા છે, અમારી માતા છે, એના પર અમે કોઈને કર(ટેક્સ) નહીં આપીએ.'*
☀️અંગ્રેજ શાસનની બર્બરતા અને જઘન્ય કૃત્ય વિરુદ્ધ પહેલી ચિનગારી તેમણે ફૂંકી હતી.
☀️ *ગોરીલા યુદ્ધ* ના સાહસી યોદ્ધા.
☀️ *ભારતીય સ્વતંત્રતા સંગ્રામના તેઓ પહેલા ક્રાંતિકારી* હતા.
☀️વર્ષે ૧૭૮૪માં તીલકા માંઝીએ ભાગલપુરમાં અંગ્રેજ કલેકટર *અગસ્ટસ ક્લીવલૈંડ* ને તીર મારી મારી નાંખ્યો હતો. આ ઘટનાથી બ્રિટિશ સરકાર હલી ગઈ હતી. તિલકા માંઝીએ અંગ્રેજી સત્તાને મોટો પડકાર આપ્યો હતો. અંગ્રેજોએ ષડયંત્ર અને કૂટનીતિથી તિલકા માંઝીને પકડી લીધા હતા અને ૧૩ જાન્યુઆરી ૧૭૮૫માં ધરતીના આ પુત્રને *વડના ઝાડ પર લટકાવી ફાંસી* આપી હતી.
☀️ક્રાંતિકારી તિલકા માંઝીના નામ પર ભાગલપુરમાં *તિલકા માંઝી ભાગલપુર વિશ્વવિદ્યાલય* આવેલી છે.
🔸️ *तूं - मैं एक रक्त......हम भारतमाता के भक्त* 🔸️
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏