આજ જીવ ફરી મુંજારા તરફ ધકેલાયો.
વચનોના આધાર પર મૌન તરફ વળ્યો.
જવું તો એક દિન છતાં પ્રણય તરફ વળ્યો.
એક એક શ્વાસ પર ઉધારી ચૂકવવા તરફ વળ્યો.
એમ કાંઈ તાગડા નથી ફેલાયા એ નાડી તરફ વળ્યો.
જીવ ઘણા ઉધામાં પછી શાંતિ તરફ વળ્યો.
એવું ન જાણતા તમે કે છોડી તમને અમે ખુશી તરફ વળ્યા.
વેદના ને ચૂકવવા છે ઋણ સમાજના એટલે શમસાન તરફ વળ્યા..