🙏🙏એક "ગુલાબનું પુષ્પ" એ જોઈને મનોમન મલકી રહ્યું હતું કે મારી 'દિવાની' દુનિયા મુજને કેવાં કેવાં કામ માટે વાપરી રહ્યા હતાં,
કોઈ ભક્તો 'ઈશ્વરને પૂજન' સ્વરૂપે શીશ પર ચડાવી રહ્યો હતા તો કોઈ 'આશિક પ્રિયતમના કેશોને ગુલાબથી' ગુંથી રહ્યો હતો,
કોઈ સ્વજન નાં 'આગમનને' પુષ્પ વર્ષા થી વધાવી રહ્યા હતા તો કોઇ કોઈનાં "જીવન ના અંતે" પણ મૃત કાયા પર પાથરી રહ્યા હતા,
ગુલાબ કેરો "પુષ્પો" કહે અમોને એ વાતની ખુશી મળી રહી હતી કે "કોઈનાં પરોપકારના કામમાં" આવીને સાચું જીવન જીવવાની 'મહેંક' છોડી રહ્યા હતા,,,!!
🌹Happy Rose day 🌹
-Parmar Mayur