*એ દિલ ચાલ થોડું જીવી લઈએ*
ખુદની સાથે મળવાનું બાકી રહી ગયું,
ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું !
ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું બાકી રહી ગયું !
દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા,
નિકટના સાથે ભળવાનું બાકી રહી ગયું!
કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને , ઈશ્વરને ઓળખાવાનું બાકી રહી ગયું!
ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું બાકી રહી ગયું !
બે થોથા ભણી લીધા ને હુંશિયાર થઇ ગયો,
પણ, જ્ઞાન સમજવાનું બાકી રહી ગયું !
ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું, આ જીવવાનું તો બાકી રહી ગયું ! ...... 🙏🙏🙏Jai mataji