ગઈ કાલે માલિક હતો આજે મજૂર બની ગયો.
કોઈની દારૂની એઠી બોટલ ઘેર ઉઠાવી લાયો.
થોડો છાંટો પાણી કરતાં બધી બાટલી પી ગયો.
બેડરૂમમાં બેસી એ પત્ની સાથે ટલ્લી થઇ ગયો.
ખાલી બાટલીમાં પત્નીએ મુખવાસ ભરી નાખ્યો.
એજ રસ્તે ડ્યૂટી બજાવવવા નિયમિત થઇ ગયો.
ખાસ્સી એવી બાટલીઓનો ઢગ ખડકાતો ગયો.
સિલસિલો ચાલતો રહ્યો મહિના છ મહિના સુધી!
પછી તો એ નશાબાજ અને માંસ ખાતો થઇ ગયો.
હવે એકલો પડ્યો રહે શેરી મહોલ્લે ગલ્લે ચોકમાં !
જાહોજહાલી વાળો દરબારગઢ પણ વેચાઈ ગયો.
😄
(આવી બાટલીઓ ઘરમાં આવે તો તો સમજવું કે જિન ઘરમાં આવ્યો.)
- વાત્સલ્ય