વિદ્વત્વમ ચ નૃપત્વમ ચ નૈવ મુલ્યે કદાચન,
સ્વદેશ પુજ્ય તે રાજા વિદ્વાન સર્વત્ર પુજ્ય તે.
વિદ્વાનોની મહતા આ સંસ્કૃત શ્રલોકમા સમજાવતા કવી કહે " વિદ્વાન પણું અને રાજા પણું કદી સરખા નથી , કારણકે રાજા પોતાના રાજ્યમાં પુજાય છે . વિદ્વાન સર્વ સ્થળોમાં પુજાય છે.
વિદ્યા થી સત્કાર પાત્ર બને છે. વિદ્યા પ્રાપ્ત કરી હોય તો વિદ્વતા અને અનુશાસનના ગુણ આવે, અનું શાસન એટલે શિસ્તથી યોગ્યતા પ્રાપ્ત થાય અને પછી સધળુ સુલભ બને .
ઘનિક અને રાજા પોતાના કાર્ય ક્ષેતરમા આદર પાત્ર બને પણ ,બીજે તેમના ભાવ કોઈ ન પુછે . વિદ્યાઓમાં પારંગત માણસ ગમે ત્યા જાય તો પણ પોતાના વિદ્વતા ના તેજ થી જળ મળતો રહે .તેમની વિદ્વતા થી પ્રભાવિતતાથી તેમને સત્કારે આદર પાત્ર બને.
એટલે વિદ્વાનોને સહુ વંદન કરતા રહ્યા ...