તું શું જાણે દુનિયાના સવાલો કેવાં છે.
તારે તો આપવાના જવાબો જ નોખા છે.
તું શું જાણે કિનારાના માછલા ની વ્યથા કેવી છે.
તારે તો લહેરો સાથેની મોજ છે.
તું શું જાણે ખારાશ નો અહેસાસ કેવો છે.
તારે તો વહેતા વહેણ સાથેની દોસ્તી છે.
તું શું જાણે ચહેરા પાછળનું દર્દ કેવું છે.
તારે તો અલગ મુખોટા સાથે રંગત છે.
તો શું જાણે ખરતા ફૂલોની વેદના કેવી છે.
તારે તો સુગંધની હવા સાથે પાંખો છે.
તું શું જાણે મૌનમાં ચીસો કેવી છે.
તારે તો હસતા નયનનો સથવારો છે.