નિર્જીવ થતા મનને ફરી તારા સ્પર્શથી ચેતના આપી જા.
હાલક ડોલક થતી નૈયાને મજધાર થી કિનારે લઈ જા.
એકવાર ફરી મારા જીવનમાં આગંતુક બની મળી જા.
ખોવાયેલી દરેક લાગણીઓ શોધીને આપી જા
એકવાર ફરી ગળે વળગાડી હસાવી જા.
નમ થયેલી આંખોને ફરી જીવિત કરી જા.
એકવાર ફરી તારી સાથે મને લઈ જા
મારા વણ કહેલા શબ્દોને ફરી જીવંત કરી જા.
વેદના ને ફરી વિહરવા ખુલ્લુ આકાશ આપી જા.