માત્ર રાજકીય સ્વતંત્રતા નહીં પરંતુ સર્વાંગી સ્વતંત્રતાના પ્રણેતા પૂ. મહાત્મા ગાંધી તથા સ્વતંત્રતાના સંગ્રામમાં અને ત્યારબાદ દેશની રક્ષા માટે શહીદ થનાર સૌને શત શત નમન 🙏
જગન્નિયંતાની ઈચ્છા વિના ઘાસનુ તણખલું પણ હાલી શકતું નથી, એ વચનને હું સોએ સો ટકા માનુ છું. એની ઈચ્છાની વિરુદ્ધ કોઈ મારી જિંદગી બચાવી શકવાનુ નથી.
નવજીવન તા.૦૨-૦૪-૧૯૨૫
મારી રક્ષા કરવાનો પ્રયત્ન તમે ન કરજો. આપણી સૌની રક્ષા કરનાર તો એ અનંતબાહુ બેઠેલો છે.
નવજીવન તા.૧૨-૦૪-૧૯૩૧
મને શહીદ થવાની તાલાવેલી નથી ઉપડી પણ જેને હુ પરમ ધર્મ સમજુ છું એવા કર્તવ્યને આચરતાં અને (કરોડો હિંદુઓની સાથે) જેને હુ મારો સનાતનધર્મ સમજુ છું તેની રક્ષા કરતાં જો મારે શહીદ થવાનું વાટમા આવતું હશે તો તે ખરી કમાણી જ હશે.
હરિજનબંધુ તા.૦૧-૦૭-૧૯૩૪
💐🙏ગાંધી નિર્વાણ દિન💐🙏
“दिन खून के हमारे यारों न भूल जाना “
🙏🏻