હું એટલે મીઠી વાણી બની રહું.
હું એટલે ઝૂકેલી નજરે ઉભી રહું.
હું એટલે હંમેશા જમીનમાં સપના દોરતી રહું.
હું એટલે દરેક વેણને મૌનમાં સ્વીકારતી રહું.
હું એટલે મારું અસ્તિત્વ ચાર દિવાલ વચ્ચે જોતી રહું.
હું એટલે ભવિષ્યને બીજા પર આધારિત રાખતી રહું.
હું એટલે મારી જ નિર્બળતા વેરતી રહું.
હું એટલે મારી જ હદ નક્કી કરી મર્યાદામાં પીસાતી રહું.
વેદના આ નિયમ બનાવનારને જ હું કચડતી રહું.