શ્વાસ અને ઉચ્છવાસનું તો નામ છે,
સાચું તો હ્દય અને હવાનું કામ છે,
અજવાળું અને અંધારાનુ તો નામ છે,
સાચું તો સૂરજ અને ધરાનું કામ છે,
મોહ અને અજ્ઞાનનું તો નામ છે,
સાચું તો અહંકાર અને ભયનુ કામ છે,
હારવું અને જીતવાનું તો નામ છે,
સાચું તો પ્રયાસ અને ખંતનું કામ છે,
જીવવું અને મરવાનું તો નામ છે,
સાચું તો સરળતા અને કર્મનું કામ છે..
મનોજ નાવડીયા