“ચ્હા - રમૂજ”😄
એક કિસ્સામાં ય્હા પીતી વખતે ‘હસબંડ’ અવાજ કરતો હતો,
એટલે પત્નીએ છૂટાછેડા આપેલા.પ્યારા પતિદેવો સાવધાન…
આવી આદતવાળાઓએ હવે હોઠ પર સાઇલેન્સર લગાવી રાખવું.
વરસાદમાં ગરમ ગરમ ગોટા સાથે ચ્હાનો એક પ્યાલો મળી
જાય તો સોનામાં સુગંધ ભળે.
દારૂની લત છોડી શકાય છે પણ ચ્હાની ચાહ ન મૂકી શકાય.
અમદાવાદી તમને ચ્હા પીવા માટે આમંત્રણ આપે તો સમજવું કે બીલ
તમારે આપવાનું છે.
લંડનમાં વરસાદમાં પણ લોકો આઇસ્ક્રીમ ખાય છે આપણે
ત્યાં 40 ડીગ્રી ગરમીમાં પણ લોકો ચ્હાની ચૂસણીમાં ચકચૂર થાય છે.
15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રિય ચ્હા દિવસ ભલે હોય પણ અમારે તો
“Every time is Tea time “
સૌજન્ય “ગુજરાત સમાચાર પૂર્તિ”
🙏