ગુજરાતી સાહિત્યની રચનાઓ ... વાંચવી ગમશે ...
બે કે ત્રણ લીટી ઘણું કહી જાય છે ...
👍👍
*થોડા two લાઇનર્સ*
❤
*સ્વપ્ન એટલે…*
*તારા વગર,*
*તને મળવું …*
❤
"એક નફરત છે,"
જે લોકો
"એક પળમાં સમજી" જાય છે,
અને
"એક પ્રેમ છે,"
જેને "સમજવામાં વર્ષો"
નીકળી જાય છે.
❤
ક્યાંક તડકો દેખાય તો કહેજોને...
રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી
ગેરસમજોને સૂકવવી છે...
❤
સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો...
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો.
❤
શિયાળો એટલે
સતત કોઇની "હુંફ" ઇચ્છતી
એક પાગલ ઋતુ !
❤
મળીએ ત્યારે,
આંખમાં હરખ
અને
અલગ પડતી વેળાએ
આંખમાં થોડી ઝાકળ..
❤
અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી
અને
અમુક રાતે
તમે સુવા નથી માંગતા.
વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે.
❤
ક્યાંક અઢળક પણ ઓછું પડે,
અને
ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે....
❤
સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે...
ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ...
❤
પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ
તો બીજાને ધબકારા..
❤
મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો,
પણ ખાલી દિલ તુટ્યું હતું
એટલે ક્લેઈમ પાસ ન થયો ..!
❤
ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય ?
પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો.
❤❤
આ તો જીવન છે સાહેબ,
બધા ને બધું ના પણ મળે.
🙏🏻🇮🇳🦋💖🍒💖
બુદ્ધિશાળી તો દુનિયામાં
બધા જ લોકો હોય છે,
બસ...લાગણીઓ અને
વિશ્વાસમાં છેતરાય છે.
🙏🏻🇮🇳🦋💖🍒🦚
કિનારે પહોંચવું કંઇ સહેલું નથી સાહેબ,
સાગરના મોઢેય ફીણ આવી જાય હો.
🙏🏻🇮🇳🦋 💖🍒🦚
સમય રોજ મને કોરો ચેક આપે છે,
હું જ આળસમાં રકમ ઓછી ભરું છું.
શુભ સવાર 💐♥️