અભિપ્રાય
~~~~~
દીકરો પણ પ્રેમનો દરિયોજ છે
સમજણ એનામાં ભરપૂર છે
લાગણી એના વર્તનમાં છલકાય છે.
મનડું એને જોઇ મલકાય છે.
દીકરીનાં ગુણગાન બધાં ગાયા કરે છે
દીકરાને દીકરીથી ઓછો ગણ્યા કરે છે.
દીકરી બે કુળ તારે એમ કહેવાય છે,
પણ દીકરાનાતો બે ભાગ જ થઇ જાય છે.
માનાં પક્ષે જાય તો પત્ની રીસાય છે,
પત્ની બાજુ જાય તો મા હિજરાય છે.
દીકરો ઘંટીના બે પડ વચ્ચે પિસાય છે,
એમાં પાછા પિતા પણ ક્યારેક ચિડાય છે.
દીકરીને વધુ ગણી ના કરો દિકરાને અન્યાય
છે બેઉ એક સમાન એ જ સાચો ન્યાય.
મારો તો ખુલ્લો છે આવો અભિપ્રાય,
તમે પણ કહો તમારો શું છે અભિપ્રાય?
હેતલ પટેલ. (નિજાનંદી)