છું રંગ઼ાયેલી હું દેશનાં રંગમાં,
છું દેશભક્ત એવી કે છોડતી નથી ભારત મારું.
જોઈ દેશની હાલત, દુઃખી થાય મન મારું,
પણ માનું સંતોષ એથી,
કે કરું છું મારા પ્રયત્નો દેશનાં સન્માન કાજ!
હોય ભ્રષ્ટાચાર કે થાય ખૂનખરાબી,
કરે કોઈ બળાત્કાર, કે ઝુટ્વે કોઈની જીંદગી,
કરે હેરાન કોઈને વ્યાજના ચક્કરમાં ફેરવી,
થાય મન દુઃખી જોઈને ભારતની આ હાલત.
છે ત્રિરંગો એવો શાનદાર, જોતાં જ એને
આપોઆપ છાતી ગજગજ ફૂલે,
મન થાય નતમસ્તક અને હૈયું રંગાય,
દેશભક્તિના રંગમાં...
વિનંતિ સૌને આજે મારી એક જ,
આપી સન્માન રાષ્ટ્રગીત સાથે,
ફેંકશો નહીં ત્રિરંગો રસ્તે રઝળતો.
જો દેખાય ત્રિરંગો રસ્તા પર,
ઉઠાવી લેજો માનપૂર્વક એને,
કરજો એનું યોગ્ય સન્માન...
સ્નેહલ જાની