પ્રભુ શ્રી રામના ચરણોમાં મારા અનંત કોટી પ્રણામ....!!!!
વરસોની તપસ્યા બાદ અને અથાગ પરિશ્રમ થકી તેમજ અનેક ભક્તોના ૫૦૦ વરસના લાંબા સમય સાથે અનેક ભક્તોની પ્રાણ આહૂતી અપાયા બાદ ભગવાન શ્રીરામની મૂર્તિ ભગવાન શ્રી રામના નિજી જન્મ સ્થળે આરૂઢ કરવામાં આવી.મૂર્તિના મુખે અનાવરણ થયા બાદ મૂર્તિ કાળી દ્રુષ્યમાન થઇ તે જોઈ બધાંને આશ્ચર્ય જરૂર થયું હશે.ભગવાન શ્રી રામ તો ખુબજ સુંદર હતા.જયારે ભગવાન કૃષ્ણ એકદમ શ્યામ હતા.આમ કેમ તે તમારા બધાનાં માનસમાં આવી ગયું હશે.
એનું કારણ એ છે કે આ પથ્થર નેપાળી ગંડક નદીમાંથી લેવામાં આવ્યો છે.આ એકજ પથ્થર છે જેમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે.
આ નેપાળી ગંડક નદીના પથ્થર સખત અને અનંત કાળ સુધી તેમાં રતિભાર સડતો નથી કે ઘસાતો નથી.તેમાં કોઈ પણ ધાતુ,પ્રવાહી કે જીવ જંતુ નુકશાન પહોંચાડી શકતું નથી.તેમજ કોઈપણ દ્રવ્ય ઘી,માખણ,કંકુ,ચંદન જેવા લેપથી અલિપ્ત રહે છે.
સાથે સાથે આ મૂર્તિને અનંત કાળ સુધી પૂજવા જીવંત રાખવા માટે જ આ મૂર્તિ કાળા પથ્થરની બનાવવામાં આવી છે.
ચોથું કારણ ભગવાન શ્રી રામ એ વિષ્ણુના અવતાર હતા.અને તેઓ શાલિગ્રામની પૂજા કરતા.શાલિગ્રામ એટલે શ્યામ રંગનો પથ્થર જે કાલાબાધિત છે.આ પથ્થર નેપાળની આ નદી સિવાય કયાંય મળતો નથી.
માટે ભગવાન શ્રી રામની પ્રતીકસમી આ મૂર્તિ ભારતના કર્ણાટકી શિલ્પકારશ્રી અરુણ યોગીરાજ એ ૪.૨૪ ફૂટ ઊંચી ૩ ફૂટ પહોળી અને ૨૦૦ કિલો વજનની પાંચ વર્ષ આયુ વાળા શ્રીરામની આકારીત કરવામાં આવી છે.જે પથ્થરમાં ભગવાન વિષ્ણુના દસ અવતારની મૂર્તિઓ કોતરવામાં આવી છે.શ્રી રામ ભગવાન ના પરમ સેવક ભક્ત શ્રીહનુમાનજી અને ગરુડ ભગવાનને પણ આ એકજ પથ્થરમાં ચીતરવામાં આવ્યા છે.જે ચિત્તાકર્ષક અને સંમોહીત કરનાર મૂર્તિ છે.
આપણે પણ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ કે વરસોની આપણી ભાવના ફળીભૂત થઇ છે.તે માટે સૌ રામભક્તને મારા પ્રણામ.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)