શ્રી રામ આ ભૂમિમાં હતા જ.આપણી આસ્થા અયોધ્યાની ભૂમિમાં એટલા માટે જોડાયેલી છે કે શ્રી રામચંદ્ર એટલે પૂર્ણ પ્રગટ પુરોષોત્તમનું જન્મ સ્થળ છે.એ માટીમાં જન્મ્યા,માટી ખાધી,વિદ્યાભ્યાસ કર્યો અને બાળપણ વીત્યું.સૂર્યવંશી આ તેજસ્વી ઓજસ્વી પેઢીમાં પરાપૂર્વથી ચમકતું નૂર ચંદ્રવંશ કરતાં વધુ પ્રભાવી રહ્યું.એટલે દરેક બાબતે તે બન્ને પરિવાર અલગ તરી આવતું દેખાયું.શૌર્ય એમનું લક્ષણ વનવાસ વખત અનેક ઠેકાણે અમાનવીય કૃત્ય કરતા પશવી વૃત્તિના લોકોમાં શ્રી રામે જાતે જઈ સમજાવ્યા છે.ના માન્યા તેવા આતતાયી ને હણ્યા છે.અલૌકિક કામ એવાં કર્યાં જે તત્કાલિન કે આજ પર્યન્ત કોઈ જ કરી શક્યું નથી.સાક્ષાત ચિદધન શક્તિ આપણી આ ભૂમિમાં આવી મનુષ્ય રૂપે લૉક કલ્યાણ કર્યું છે.એટલે જ સાડા પાંચ હજાર વર્ષ થી આપણે ગુણગાન ગાતાં થાકતા નથી.શ્રી રામ અને શ્રી કૃષ્ણ વિશે જેટલું લખાય તેટલું ઓછું છે.તારામાં પ્રભુ! ગુણોનો ભંડાર છે.Same તો સર્વ વિદિત છે.પરંતુ મારાં અહોભાગ્ય કે મને આ જ પવિત્ર ભૂમિમાં હું જન્મ્યો અને તે ધરતીનાં અન્ન,પાણી,શ્વાસ,પદા ર્થ,વનસ્પતિ આરોગી હું સુખી છું.
માટે જ મારે મન શ્રીરામ મારા ઘટઘટમાં વિરાજે છે કેમકે મને એ જ પોષણ આપે છે.બધું મારી પાસે કરાવી પોતે છુપાઈ જાય છે.પાછો મારો રામ એ કહે છે કે મે કર્યું એમ જગતમાં ના કહેતો એમ કહી એ છટકી જાય છે.
આવા મારા રામને કોટી કોટી પ્રણામ.
-वात्सल्य