મારા રામજી"
મારા રામજી ,તારા શરણે આવું છું,
દુઃખી જગતમાં હું વસુ છું, મદદ કરો રે,
મારા રામજી...........
ઠોકર મારે છે આ દુનિયા ,મને ઉગારો રે,
મારા રામજી, તારા શરણે આવું છું,
પાપી છે આ જગતમાં, હવે અંત આણો રે,
મારા રામજી ,તારા શરણે આવું છું,
વિષ ભરેલી આ દુનિયાને ,અમૃત આપો રે,
મારા રામજી ,તારા શરણે આવું છું,
આશાનું તું કિરણ છે ,ઉજાશ દેખાડો રે,
મારા રામજી ,તારા શરણે આવું છું,
કરુણાના તમે સાગર છો ,હવે દયા કરો રે,
મારા રામજી ,તારા શરણે આવું છું.
--કૌશિક દવેના જય શ્રી રામ🙏🙏🙏
-Kaushik Dave