જિંદગીનો અટકેલો સુંદર પ્રવાસ જેવો છે.
મારી બે આંખો વચ્ચેનો ભેજ જેવો છે..
મુખ પર ઢળેલી લટો નાં સ્પર્શ જેવો છે.
ફૂલમાંથી પ્રસરતી સુગંધ જેવો છે.
મારા શબ્દોમાં બનેલા વણાંક જેવો છે.
મારા ચિત્રોમાં રંગોના પ્રેમ જેવો છે..
જો આ મુલાકાત થાય તો મારા નસીબ જેવો છે.
જો હાથમાં તારો હાથ હોય તો ખુશ નસીબ જેવો છે.
માત્ર પસંદગી જો તારા નામની હોય તો સપના જેવો છે.
વિકલ્પનો પણ વિકલ્પ બસ વેદના જેવો છે..