દરેક પુરુષ અંદરથી રડતો હોય છે, જ્યારે સ્ત્રી બહારથી,
પુરુષ પોતાનો ભાર કહી શક્તો નથી, જ્યારે સ્ત્રી કહે છે,
આથી પુરુષ સખ્ત અને સ્ત્રીને કોમળ માનવામાં આવે છે,
પણ આ તો પીડાઓ છે, બધાને દુઃખ આપનારી હોય છે,
એનું વર્ણન કદી થતું નથી, એતો અનુભવથી જ થાય છે,
અહીં સાથ એકબીજાનો રહે તો બધું બરાબર થઈ જાય છે..
મનોજ નાવડીયા