તારી યાદ આવી ને, આંખ ના આંસુ ટપ ટપ પડવા લાગ્યા,
તારી યાદ આવી ને હોઠ પર જરા અમથું મલકાયું સ્મિત,
તારી યાદ આવી ને તારા વિચાર માં ખોવાઈ ગયો મારો વિચાર,
તારી યાદ આવી ને,હાથ માં પકડેલી પેન થંભી ગઈ,
સભાન જ્યારે થયું,અરે આતો ભૂતકાળ હતો ,
વર્તમાન માં તો છે બસ ખાલી હવે તારી યાદ❤️
-Alpa Nirmal