કહી દે ને બધુ,અધૂરી વાતો તો મનને ડંખ્યા કરે!
અળવીતરું આ એકાંત , માત્ર તને જ ઝંખ્યા કરે.
જાણે છે હૃદય,ક્ષિતિજ સમું છે આપણું મિલન,
ને તોય નયન દોડી દોડી અકારણ થાક્યા કરે.
પ્રેમની અભિવ્યક્તિ કે પરિભાષા,હું શું જાણું ?
સરગમની કલમ તારું જ નામ અવિરત લખ્યા કરે.
એમ ન પૂછ કે,"કઈ રીતે ખુશ રહે છે તું મારા વગર?"
મારું મન રોજ તારી યાદોના ઉત્સવ ઉજવ્યા કરે.
સાવ મૌન છું, એવું તો કઈ રીતે કહી શકાય!
દરિયાના ગર્જન જેમ દિલ તને સાદ પાડયા કરે.
✍️ સરગમ
-Priyanka Chauhan