હું રાત દિવસ ખૂબ રખડ્યો રસ્તા બતાવનારા કોઈ ના મળ્યા.........(૨)ટેક..
એ જી હું રાત આખી સૂતો ચાદર ઓઢાડનારા કોઈ ના મળ્યા............(૨)
એ જી એકલે વગડે ટહૂકા પાડ્યા,સાંભળનારા કોઈ ના મળ્યા...........(૨)
એ જી મને ઠેસ ઘણી ઘણી વાગી,પાટો બાંધનારા કોઈ ના મળ્યા........(૨)
એ જી હું તો પોતાનામાં વેચાણો,પંડના પ્રસંગે કોઈ ના મળ્યા..........(૨)
એ જી મારા પોતાના થયા પારકા,એનો હું એ મારા ના થયા.............(૨)
એ જી વાત્સલ્યથી વંદુ વાણી મારી,સાંભળ્યા પહેલાં એ સુઈ ગયા.....(૨)
હું રાત દિવસ.......
- વાત્સલ્ય

Gujarati Song by वात्सल्य : 111911223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now