જ્યારે વિધાતાએ ઘડી દીકરી
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખુબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ ,
રૂપનો અંબાર કરું મીઠપ અપાર ભરું
ખજીનો ખૂંટાડી કરું ખલકને ન્યાલ
દેવિયુ કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુ દૂર
ચપટીક રજ લીધી ન ખેતર તણી
અને દીકરીના આંખે ભર્યા દમકતા નુર
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યા જરીક
સૂરજના ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધા
જોઈ કારવીને કીધું હવે કાંક ઠીક
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસવું હસવું થાય એનું મુખ
હૈયે એને હાશ હર માવતર કાજે ધર્યું
હર્યું ભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ