*શેરબજાર એ બાળક જેવું છે. ઘડીક હસે. ઘડીક રડે. જલ્દી બિમાર પડે. જલ્દી સાજુ થઈ જાય*.
*પડે. આખડે. ફસાય જાય, છોલાય જાય પણ અંતે વધે અને મોટું થાય.*
*વધારો જોવા કોશિશ કરો તો વધારો ના દેખાય.*
*પરંતુ શરુઆતમાં જે બાળક ત્રણ કિલો અને દોઢ ફુટનું હોય એની માવજત કરો તો વીસ વર્ષમાં છ ફુટ ઊંચો અને સીતેર કિલો વજનનો મજબૂત જવાન બની જાય.*
*પડે આખડે પણ અંતે તો વધે જ.*
*ઈન્વેસ્ટરો એના માબાપ છે. બાળકને વધતુ જોઈ માબાપ ખુશ થાય. બાળક પડે તો માબાપ નો જીવ ઊંચો થઈ જાય.*
*NSE BSE આ બાળક (શેરબજાર) ના દાદા દાદી છે. સેબી કડક સ્કુલ ટીચર છે. મ્યુચ્યુઅલ ફંડ મેનેજરો મામા છે. મામા હંમેશા મિઠાઈ ચોકલેટ આપે.* *સટોડિયા ચાચા બુઆ છે. ચાચા બુઆ સારા હોય તો બાળકને ફાયદો કરે*. *ચાચા બુઆ ખરાબ હોય તો બાળકને નુકસાન પણ કરે.* *માબાપ (ઈન્વેસ્ટરો) હંમેશા ચિંતા કરે કે ચાચા બુઆ (સટોડિયાઓ) બાળકને હાનિ ન કરે.*
*યાદ રાખો બાળક પડે છોલાય પણ અંતે તો વધે જ. મોટું જ થાય.* *શેરબજારનું પણ એવું જ છે. વીસ વર્ષે તો વધીને મોટુ જ થાય.*🏆👌🏼💪🏽💰💰🥰🥇🥉
મેરી ક્રિસમસ 🎄🎄🎅🎅