તિખારા
ઠંડી રાત
ચારે બાજુ
સળગતા લાકડાં
તાપણામાંથી ઉઠતા તિખારા..
ને તેમાં ઘેરી વળતી એકલતા
વરાળ જેવો સાથ ઝંખતું ઘર
શ્વાસોથી શ્વાસોને
વિંટળાયેલી ઈચ્છાઓ
નિઃશાસા નાખતો
આગીયો અજવાળું લઈ ફરે છે
હોઠનો કંપારો
ઠંડી યાદોનો ભરડો લે...
સ્મરણો ઘેરી વળે છે
સમયની ક્ષિતિજ પાર
ક્ષિતિજ ને સ્પર્શવા જતાં
તણાય જાઉં છું
લાંબી રાતોમાં
તગતગતા તિખારામાં........©
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૭/૧૨/૨૦૨૦