"રક ઝક"
તું મારી સાથે થોડી રક ઝક કરી તો જો,
આપડે ક્યાં બાપે માર્યા વેર છે તું થોડું બોલી તો જો.
તું આમ મુંગી મુંગી કા ફર, મારી હામું,
મારી સાથે થાપો દાવ તું રમી જો.
તું પડછાયાને કા સંતાડ મારા થી,
એક ડગ મારી સાથે ભરી તો જો.
તું સાવ એકલ હુઅડી થઈ કા ફર બધાથી,
એક વાર અમારા ટોળા માં ભરી તો જો.
તું ગામને છેડે થઈ કા હાલતી,
એક વાર ગામ વચ્ચે હાલી તો જો.
વાહિદા કરતાં કરતાં તું વાઈદા કરતી,
એક વાર પરોઢિયે ધણ હાકી તો જો.
ઝાંઝર કેરા ઝણકાર થકી તું રૂમઝુમ કરતી,
એક વાર મારી વાસળી ના શુરે તું"સ્વયમભુ"ઝુમી તો જો.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ