ઉધાડી રાખજો બારી
દુ:ખી કે દર્દી કે કોઇ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી,
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી,
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુધ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ. કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
——- પ્રભાશંકર પટ્ટણી.
🙏🏻