નગ્ન થઈ ને નાચતી રાત, જોવા વાળા શાહુકારો છે,
ને સંસ્કારો પર આજકાલ શબાબનો જ ઇજારો છે.
બોલી બોલાય રહી હવેલીઓમાં નાની બાળાઓની,
છે એ સમુદ્ર જેવો જ ધનવાન, પણ એ ખૂબ ખરો છે.
નોચિ રહ્યા, જેઓ સંપત્તિ ના સત્તા ના મદમાં જીસ્મ,
રોજ નવી બાળા ચુથાય, વાસનાનો ક્યાં કિનારો છે.
તિલક અને ટોપી પણ એમના દર પર ઝૂકીના જાય છે,
એ વૈશ્યાલયની બાલ્કની માંથી મળતો એક ઈશારો છે.
સિગરેટના ડામ અમે જોયા છે અર્ધ ખુલ્લા બદન પર,
આત્મા એમની મરી ચુકી અને દેહ પર કેવા પ્રહારો છે.
કામવિજેતા દેશની આ કપરી સ્થિતિ ને જોઈ લેજો,
કોમળ ફૂલ જેવા શરીરને નોચતા સંસ્કારી બીમારો છે.
ને પૂરો દિવસ જેમને જ્ઞાન આપ્યું પ્રજાને બ્રહ્મચર્યનું,
ગણિકાની બાહોમાં રાતે એ મહાત્માનો ઉતારો છે.
નગ્ન નાચ ચાલી રહ્યો છે અને ચૂપ છે દેશનો માનવી,
"મનોજ" આવા તો અનેક આ દેશ સામે પડકારો છે.
મનોજ સંતોકી માનસ