"થીજી ગઈ "
તમારી વાત થી મારી લાગણી ભીંજાઈ ગઈ,
આ કડકડતી ઠંડી માં મારી હાર્ટ બીટ થીજાઈ ગઈ..!
પ્રેમ કર્યો નો કર્યો એ ભાવના વરસતી ગઈ,
છત્રી ના કાણા માંથી વાછટ વરસી ગઈ..!
બરફ ના થર ની હારે મારી વાત વિસરાઈ ગઈ,
ઉન ભર્યાં સ્વેટર માં મારી હુંફ ગુથાઈ ગઈ..!
અવર જવર ની સડક ભલે બર્ફીલા ચાદર માં સમેટાઈ ગઈ,
રાહ તારી જોવાની વેદના કૉફી ભર્યા કપમાં ઠલવાઈ ગઈ..!
બરફ માં બનાવેલા સપનાઓ ના કુબાવો બરફ ની ચાદર લપેટી ગઈ,
કિનારે આવીને ઊભેલી "સ્વયમભુ"ની નાવ થીજી ગઈ..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ