પાવડે
વાતને સમજાવવા ખુદથી લડે
દુઃખ ઉલેચી નાખશે એ પાવડે.
સુખની વ્યાખ્યા સાવ નોખી એમની.
ઊંઘ આવી જાય રાત્રે બાંકડે.
વાંક તારો એટલું સમજાય તોય,
રોજ ઈશ્વર સાથ પાછી બાખડે.
માંગશે લાચાર થઈને કાયમી
એજ પાછો બળ બતાવે બાવડે.
જ્યાં વધારી વાત એણે એ પછી,
એકલા જીવી ગયો છું ગામડે.
એ બહાનાંઓ બતાવી ભાગતાં.
ખૂબી સાથે ત્યાં તળે છે તાવડે.
ખૂબ થાક્યા હાથ જોડી ને હવે.
એટલે સ્વાગત કરીશું ખાંસડે.©
ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૨૬/૧૧/૨૦૨૩