પ્રિય ....
એકલા જીવવા માટે આખી દુનિયા છે.પરંતુ માણસને એકલાથી નહીં જીવી શકાય.માણસ નહીં કોઈ પણ જીવ શ્રુષ્ટિ,વનસ્પતિ શ્રુષ્ટિ એકલું નથી જીવી શકતી.
તે છતાં જીવવા માટે કોઈ તને બંધન નથી.
પુરી આઝાદી છે.
"હું તારા દુઃખનો ભાગીદાર થઈશ.સુખનો ભાગ તું ભોગવજે."
૯ લખવા ભણાવવા માટે કે બતાવવા માટે ૧ થી ૮ ના અંક સાથે જોઈએ.આટલી સરળ વાત તને શું સમજાવું?તું ખુદ સમજુ છો.
તું મને રૂબરૂ નથી મળી છતાં એવું નથી લાગ્યું કે નહીં મળી.શરૂઆતના દિવસથી માંડી દરરોજ નવું ફૂલ અને હાસ્યનું ઝરણું કલકલ વહેતું હતું તે અર્ધે ચોમાસે સુકાય નહીં છતાં હકીકત છે કે સુકાઈ ગયું.જંગલ કે પહાડને તો ન જ ગમે.
પ્રકૃત્તિ એ પુરુષ વગર અંકુરિત થાય તો ખરી પરંતુ પાંગરે જ નહીં.
અનેક તોફાનમાં હું ખોવાયેલો,ઘવાયેલો જેમ સમંદર ઘૂઘવતો શાંત થઇ જાય...એટલે જ "પ્ર...શાં...ત" કીધો છે.
"તેમ હું છું."
*માત્ર તારા વગર...!*
પાછી આવી જા..!
મારે તારા પ્યારા હાસ્યને અને શબ્દોને રખડી ખાવા છે.
🌹સવારનું સુંદર આ ફૂલ માત્ર તારા માટે જ ખીલ્યું છે🌹
- વાત્સલ્ય