ઋણાનુબંધ હોય તો જ મળે આ મિત્રતાના સંબંધો,
અલૌકિક અને અતૂટ હોય છે આ મિત્રતાના સંબંધો.
પૂર્વ જન્મની અધૂરી મૂલાકાત હોય છે આ સંબંધો,
વેદના સંવેદના સાચવે છે આ મિત્રતાના સંબંધો.
ભવોભવના બંધને બંધાઈને આવે છે આ સંબંધો,
જીવનપથ ઉજાળનાર છે આ મિત્રતાના સંબંધો.
અકબંધ સંસ્મરણોના સાથી હોય છે આ સંબંધો,
જીવનને સમૃદ્ધ બનાવે છે આ મિત્રતાના સંબંધો.
પરમ સમીપે લઈ જનાર હોય છે આ સંબંધો,
સ્નેહાળ ને વંદનીય હોય છે આ મિત્રતાના સંબંધો.
બિંદિયા જાની (તેજબિંદુ)