આ ઢળતી સાંજ કાળ મુખી બનશે નોતી ખબર,
કંઇક ના ઘર ઉજાળશે નોતી ખબર.!
આ મચ્છુ નદી પાછી ગોજારી બનશે નોતી ખબર,
નાના મોટા થઈ ૧૩૫ ને ભરખી જશે નોતી ખબર.!
ઝુલતા પુલ ની ડોર આટલી કમજોર હશે નોતી ખબર,
સદા ઝુલતો આ ઝુલતો પુલ પોતે ઝુલતો રહી જાશે નોતી ખબર.!
પોતાના સ્વજનો ને ગુમાવવાનો એક આવો વખત આવશે નોતી ખબર,
હૈયાં ફાટ રુદન જીંદગી ભર નું રેહશે"સ્વયમભુ"નોતી ખબર.!
આ ઢળતી સાંજ કાળ મુખી બનશે નોતી ખબર,
કંઇક ના ઘર ઉજાળશે નોતી ખબર.!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ