*કેરમ.....*
સાંજના સાગર કિનારે લટાર મારતાં..
એ સ્વર કર્ણ પર અથડાયો..
"એયય.. રાણી તો મારી જ
હાથના લગાડતો એને..."
"જા જા હવે તો હવે જોઈ લે તું .."
કુતૂહલવશ અવાજની દિશામાં
પગ દોરવાયા...
પાંચ છ બાળકો...
રેતીમાં કેરમ રમતાતાં..
બોટલના ઢાંકણા ને માટીનું કેરમ
આનંદની છોળો વચ્ચે...
ભવિષ્યના ચેમ્પિયનો...
મન પ્રફુલ્લિત
અને અનાયસ..
સ્મૃતિપટ પર ઝળક્યું
ઘરનું દ્રશ્ય..
ધૂળ ખાતું નવું કેરમ..
વેરાયેલ કુકરીઓ
અને..
"આ કેરમ ...રમવાનું મારે...?
મારા ફ્રેન્ડસ આ રમશે મારી સાથે...?
મોમ અપગ્રેડ થા...
ઈટસ ઓલ્ડ ફેશન...
આઈ વોન્ટ માય કોમ્યુટર...!"
તંદ્રા માંથી જાગી..
મનોમન નિર્ણય કર્યો
પગ ઉપાડયા ઘરભણી..
હા! કેરમ પર હવે ધૂળ નહીં લાગે
પહોંચશે તેના હક્કદાર પાસે..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ