આપણે
રોજ થોડાં શ્વાસ છાતીમાં ભરીશું આપણે,
ને પછી સંવાદ ખુદ સાથે કરીશું આપણે.
દીકરીને પારકી થાપણ ગણીને રાખી 'તી,
ને સમય આવ્યે ફરજ જાણી ઠરીશું આપણે.
શ્વાસ ઉછીના મળે થોડાંક તો પડદો ન પડે,
સુરક્ષાની ઢાલ તોડીને મરીશું આપણે?
પાનખર જેવાં ઘણાં વરસો ખરી પડશે પછી,
ત્યાં પ્રયાસો છે નકામા ને ખરીશું આપણે.
હાથ બાંધી આવશે સામે નજર કરશો જરા,
બોલ મીઠાં ને કડપ આંખેથી ડરીશું આપણે?
એ બહાના લાખ કરશે વાત છુપાવી અહીં,
વાત જાણી આખરે તો છાવરીશું આપણે.
એજ ઈચ્છાની ઘણી ભરમાર મનમાં ચાલતી,
કેટલી ઈચ્છા અધૂરી, આવરીશું આપણે?©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ