અલગ છે.
કારણ શોધી કાઢો ચાલો કેવી રીતે વાત અલગ છે.
જાણીતી વાર્તાની થોડી વાતોને રજુઆત અલગ છે.
કાળી બોલો કે શ્યામા ત્યાં ઓળખ ઓકાત અલગ છે.
ઈશ્વર સાથે નાતો જોડી ભૂલી એ નાત અલગ છે.
ઊભી કિનારે છબછબ કરવાથી શું તળ માપી શકશો?
આંખોમાં દરિયો સંતાડી ને ચુકાવી ઘાત અલગ છે.
ચાહત ઓઢી સામે આવી નફરત મનમાં રાખી ત્યારે
તોફાનોને ભીતર દાબી આપી સૌને માત અલગ છે.
વાંધા વચકાં રોડાં નાખી આગળ રસ્તો રોકી રાખ્યો,
વાતેવાતે કાયમ પાછો કરતાં ચંચુપાત અલગ છે.©
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ