તને હું આવકારું મા!
કળશ સ્થાપ્યો ઘરે આવો, તને હું આવકારું મા!,
ને પધરાવ્યો પછી ગરબો, તને હું આવકારું મા!
ગગનથી આજ નીચે આવતા ગરબા મળી ગાતા,
જમાવ્યો રંગ છે નોખો, તને હું આવકારું મા!.
ભજીલે આજ જીવી લે પળેપળ તું માની સાથે,
છે અર્પણ જિંદગી ચાલો , તને હું આવકારું મા!.
ડરીને પંથ ના છોડું, દિશા ભૂલાય સાચી ત્યાં,
મળી જાશે નવો આરો, તને હું આવકારું મા!.
હવે મનમાં કરી પૂજા, છબી માની હ્રદય સ્થાપો,
મળી સાથે અહીં રમજો, તને હું આવકારું મા!.
નયનને બંધ કરતાં મન મહીં હસતી માને જોઈ,
કે ભીતર સાદ છે તારો, તને હું આવકારું મા!
મયૂરી થૈ અહીં મનડું ટહૂકે આવ, રમવાને,
લે આજ પાથરું ખોળો, તને હું આવકારું મા!©
"કાજલ"
કિરણ પિયુષ શાહ