કેવો અદ્ભુત ક્યારે અપાવે આનંદ તું, ક્યારે રડાવે તું.
દિલમાં કોઈને ક્યારેક અપાવે સ્થાન, કયારેક અપાવે વિયોગ.
.
ક્યારેક અપાવે અણધારી મુલાકાત,ક્યારેક કરાવે ઇન્તજાર.
હદયમાં ક્યારેક લાગણીઓ દબાવી રાખે,ક્યારેક પીવડાવે આંસુ.
તું એટલો સરળ શબ્દ પ્રેમ,અને એટલો અઘરો શબ્દ વિશ્વાસઘાત.
ક્યારેક તને પામવા લોકો કરતા આત્મહત્યા,ક્યારેક રચાવે લગ્ન.
-Bhanuben Prajapati