મારી માતાના કુમકુમ કેરા પગલાં પડી ચૂક્યા છે
માં મંડપ માહી પ્રવેશી ચૂક્યા છે
નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે
ચારેય બાજુ ભક્તિમય વાતાવરણ મહેકી ઉઠ્યું છે
બસ, આ નવરાત્રીની શુભ શરૂઆત એક સ્તુતિથી લખવા માંગુ છું. જે અમારા ઘરમાં વરસોથી ગવાય છે.
જગવી તું રાખજે માં, માં મારો જીવનનો દિવડો,
જોજે ના ઓલવાઈ જાય મારો જીવનનો દિવડો..
મંત્ર ન જાણું માડી તંત્ર ન જાણું, ના જાણું વેદ ના પુરાણ
માં મારા જીવનનો દિવડો,
જગવી તું રાખજે માં મારો જીવનનો દિવડો...
તારા આધારે માં નૈયા હંકારું, જોજે ના ડૂબી જાય
માં મારા જીવનનો દિવડો,
જગવી તું રાખજે માં મારો જીવનનો દિવડો...
માયાની ઝાળથી આ સંસાર ભરેલો, જોજે ના અટવાઈ જાય
માં મારા જીવનનો દિવડો,
જગવી તું રાખજે માં મારો જીવનનો દિવડો...
વાયુ તોફાનની માં આંધી ચડે છે, જોજે ના ફગવાઈ જાય
માં મારા જીવનનો દિવડો,
જગવી તું રાખજે માં મારો જીવનનો દિવડો...
તારો છે આશરો માં તારો આધાર છે, જોજે નોધારો ના થાય
માં મારા જીવનનો દિવડો,
જગવી તું રાખજે માં મારો જીવનનો દિવડો...
અંત કાળે છે માડી દર્શનની ઝંખના દર્શન માટે તલસાય
માં મારા જીવનનો દિવડો,
જગવી તું રાખજે માં મારો જીવનનો દિવડો...
નવરાત્રીની સર્વે માતૃભારતી પરિવારના સભ્યોને શુભ કામના
જય માતાજી🙏🙏🙏
-Dave Yogita