સપના હું જોતી નથી
વાસ્તવિકતા હું ખાળતી નથી
ભલે હોય રંગબેરંગી આ કલ્પનાની દુનિયા
મારી પીંછી હું કોઈ ને આપતી નથી.
દ્રષ્ટિ ભ્રમ હું કરતી નથી.
અહીં તો મારા જ વિચારો ને મારું જ સામ્રાજ્ય.
કોઈનો કેનવાસ હું લેતી નથી.
ભલે હો શાશ્વત સુખ કે દુઃખ
મૃગજળમાં શું તરવું .
છબછબિયા હું કરતી નથી.
ક્ષ્ણભર નો ટેકો શુ કામનો
હું જ મારો ટેકો .
' સ્વ ' ને હું છોડતી નથી.
સપનાં હું જોતી નથી.
-Dharmista Mehta