જ્યાં સિંહની ત્રાડ હોય
ગબ્બરના ગોખ વાળી ના લાડ હોય પાવા પર કાલિકા માત હોય નોરતાની રઢિયાળી રાત હોય દ્વારકામાં કાનુડા નો સાથ હોય ભાવનગરમાં ખોડલ માત હોય
ડાકોરમાં બોડાણા નો નાથ હોય દરિયા કિનારે સોમનાથ હોય પાલીતાણામાં જૈન ધર્મનો સાથ હોય
ઉનાવામાં મીરાં દાતાર હોય ઊંઝામાં ઉમિયા માત હોય ભાવનગરના ગાંઠીયા સાથે વઢવાણી મરચા નો સાથ હોય રાજકોટના પેંડા ને સુરતની ઘારી હોય
અમદાવાદમાં ભદ્રકાળી હોય ત્યાંની જનતા મોટા મન વાળી હોય
મારા કચ્છમાં માતા મઢવાળી હોય ન્યાયનું પ્રતીક મલાવ તળાવની પાળી હોય
કાંકરીયા ની નગીના વાડી હોય કબીર વડ ની છાંય હોય સાપુતારાની વનરાજી હોય મારા ગુજરાતની જનતા હેતાળવી હોય
વલભી વિદ્યાપીઠ હોય
સીદી સૈયદની જાળી હોય લોકભારતી નિરાળી હોય જેની વાણી મીઠી ને મર્માળી હોય
એવી ગુજરાતની નારી હોયઆવી પ્રેમાળ ગુજરાત નહીં કોઈએ ભાળી હોય