પાછી એ જ રૂપિયા વાળી કેન્ડી ખાવી છે પાણી પીવાના બહાને આખા ગ્રાઉન્ડમાં ચક્કર લગાવવું છે
પાછું મારે સ્કૂલે જાવું છે
ફરી મારે બાળપણ જીવવું છે
નથી જોઈતા જવાબદારી ના પોટલા
કે નથી પહેરવા ફેશનેબલ કપડા મારે
એ જ મમ્મીના હાથે સીવેલો યુનિફોર્મ પહેરી ફરી પાછું સ્કૂલે જાવું છે
ફરી મારે બાળપણ જીવવું છે
-NIDHI RUSHIKESH