બસ નો ડ્રાઇવર પણ બસ નું જતન કરતો હોય છે.બસ તો નિર્જીવ છે પણ તેને મન તે જીવંત છે કારણ કે તે જાણે છે કે તે તેના જીવન નિર્વાહ નું સાધન છે.એટલે જ તે નિર્જીવ બસ ને પણ પ્રેમ કરતો હોય છે.તો આપણી પાસે તો જીવંત બાળકો આવે છે.અને જેવા છે પણ તેવા બાળકો થકી જ આપણી બેન્ક બેલેન્સ જળવાય છે.તો તે નબળાં છે,ઠોઠ છે. તેવું વિચારી તેના પ્રત્યે પૂર્વગ્રહ શા માટે રાખવો?? ભલે આપણાં બાળકો કદાચ ભણવામાં હોંશિયાર નહિ હોય પણ તેઓ કદી પોતાની આ પરિસ્થિતિ માટે આપણ ને જવાબદાર નથી માનતા.નથી તેના લીધે કદી આપણાં પગારમાં ઘટાડો થયો.તો તેના ભણવાના દરેક નાના પ્રયાસને પણ વધાવીએ ,પ્રયાસને પ્રોત્સાહિત કરી તેને આગળ વધારીએ.
One step towards acceptance
-Dharmista Mehta