*એ સાંજના સરનામે.....*
લાલ ચટ્ટક ગુલમહોરી સાંજના સથવારે
સૂર્યાસ્તની સાક્ષીએ આપેલ વચનો ..
તને યાદ કરાવવા નક્કી મળવું હતું..
તું તારી વાતો અને એ વાતવાતમાં,
તારી પંચલાઈનો..
દરેક વિષય પર તારી વિશિષ્ટ ટીપ્પણી.
બેમતલબ હતી અઢળક વાતો....
ઉત્સાહથી છલકાતો તારો ચહેરો...
આંખોમાં વિસ્તરતું આખુંય આકાશ..
સ્પર્શના અહસાસે અંગ અંગ ફૂટતી
વાસંતી વેલ ...
અચાનક
વેલ કરમાઈ ...
ભીડમાં જયાં તું ખોવાયો
ને
નજરથી દૂર થતાં આંખોમાં બેસ્યું ચોમાસું..
તારો વિરહ...
તારા વગરની એ પળો લંબાઈ
ને એ સદીઓ બની..
છતાં ..
આજ પણ ..એક આશ મનમાં લઈ..
ગુલમહોરી લાલાશ પહેરી
સાગરની ભીની રેતીમાં
ઘર બનાવતાં
એ સાંજના સરનામે મળવું છે?
આવીશ તું... ?
આખરી વાર...
ક્ષિતિજની પેલેપારથી...
આવીશ ને?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ