અજમાવી લે તું પણ છેલ્લી વાર,હું ના નહીં કહું,
ને નક્કી જ છે કે જવું છે તો જા! હું ના નહીં કહું!
ખાલી જ રહેશે હૃદયનું એ સ્થાન,જ્યાં સ્થાપ્યો'તો,
મનથી પાછા ફરવું તોય આવજે હા! હું ના નહીં કહું !
તારા શબ્દો,સિતમો ,ગુસ્સો સઘળું નિભાવ્યું પ્રેમમાં,
હજી આપવું હોય તારે પાછો નવો ઘા! હું ના નહીં કહું!
જાણું છું,નક્કી કરી લીધું છે તેં, રૂપાળા વળાંકે વળવાનું,
ભલે તું મારા નામની ખોટી કસમો ખા! હું ના નહીં કહું !
મુશ્કેલ માર્ગ પણ મીઠો લાગશે સથવારે એકમેકના,
તોય તારે આગળ થવું હોય તો થા! હું ના નહીં કહું!
✍️ સરગમ
-Priyanka Chauhan